A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

ડાંગનાં સુબિરમાં મહારાષ્ટ્રની એસટી અડફેટે બાઇક ચાલકનું મોત

ઝડપ ની મજા મોતની સજા

સાપુતારા : ડાંગ જિલ્લાનાં સુબિરથી વારસાને સાંકળતા માર્ગનાં ઝાકરાઈ બારી નાકા નજીક મહારાષ્ટ્રની ધુલે-આહવા એસટી બસે મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા ઘટના સ્થળે મોટરસાયકલ ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતુ.ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ચીંચવિહીર ગામનો વતની શ્રાવણભાઈ મનસ્યાભાઈ ગાવીત પોતાની બાઈક પર સવાર થઈ મહારાષ્ટ્રનાં વારસા ગામ ખાતે ગયા હતા. વારસા ગામથી બોયલર મરઘાઓની ખરીદી કરી મોટરસાયકલ પર બાંધી પરત ચીંચવિહર ગામ આવવા માટે નીકળ્યો હતો. તે દરમ્યાન આહવાથી ધૂલે જઈ રહેલી મહારાષ્ટ્ર એસ.ટી પરિવહનની આહવા-ધુલે એસટી બસ ન. એમ.એચ.40. એન.9062 એ મોટરસાયકલ ચાલકને સુબિરથી વારસાને જોડતા માર્ગનાં ઝાકરાઈબારી નાકા પાસે અડફેટમાં લેતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતનાં બનાવમાં મોટરસાયકલ ચાલક શ્રાવણ મનસ્યા ગાવીત (રહે. ચીંચવિહીર તા.સુબિર)ને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા તેનું સ્થળ પર પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યુ હતુ. આ બનાવ સંદર્ભે સુબિર પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલું છે.

Show More

AAJ TAK Live Tv News

AAJ TAK Live Tv News
Back to top button
error: Content is protected !!