A2Z सभी खबर सभी जिले कीगुजरातसूरत

મહિધરપુરા-ભવાનીવડ પાસે પાંચ માળનું જર્જરીત મકાન ધરાશાયી : સદ્દનસીબે જાનહાની નહીં

જર્જરીત મકાનની સાથે આજુબાજુની બે મિલકતોને પણ નુકસાન

મહિધરપુરા, ભવાનીવડ પાસે, વોર્ડ નં.૫, નોંધ નં.૧૦૭૯ વાળી અંદાજે પાંચ માળની જર્જરીત મિલકત ઉતારી પાડવાની છેલ્લા ૧૦ વર્ષ કરતા વધુ સમયથી આપવામાં આવેલી નોટિસો બાદ પણ મનપા તંત્ર દ્વારા આ મિલકત ઉતારી પાડવા માટેની કામગીરી કરવામાં આવી ન હતી કે મિલકતદારોને પણ ફરજ પાડવામાં આવી ન હતી. છેવટે ગત મોડી રાત્રીએ આ જર્જરીત મિલકત કકડભૂસ થઈ ગઈ હતી. એટલું જ નહીં આ મિલકતની બાજુમાં આવેલ ગ્રાઉન્ડ વત્તા એક માળની મિલકત તથા બીજી તરફ આવેલી વાડીની અડધી મિલકત પણ તૂટી પડી હતી. સદભાગ્યે સદર મિલકતમાંથી એક વ્યકિત નીચે કૂદી પડયો હતો અને બાજુની એક માળની મિલકતમાં રહેતા ચાર વ્યકિતઓ બહાર નીકળી ગયા હતા. પરિણામે કોઈ જાનહાની થઈ ન હતી. બે મિલકતો તૂટી પડવાની ઘટનામાં બે વ્યકિતને સામાન્ય ઈજા પહોંચી છે. સેન્ટ્રલ ઝોન દ્વારા આ જર્જરીત મિલકતને ઉતારી પાડવા માટે છેલ્લા ૧૦ વર્ષ કરતા વધુ સમયથી નોટિસો આપવામાં આવી રહી છે. પરંતુ નોટિસ સિવાય તંત્ર દ્વારા કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. આજે નોંધ નં.૧૦૭૯ વાળી મિલકત તૂટી પડવાની ઘટનામાં અન્ય બે મિલકતોને પણ અસર થઈ છે. સદનસીબે પાંચ માળની મિલકત તૂટી પડવાની અસર દેખાતા જ બાજુની ગ્રાઉન્ડ વત્તા એક માળની મિલકતમાં રહેતા ચાર લોકો બહાર નીકળી આવ્યા હતા અન્યથા કાટમાળ નીચે ચારેય લોકો દબાઈ ગયા હોત અને કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ હોત. પ્રશ્ન વાળી મિલકતમાં કોઈ વસવાટ ન હતો પરંતુ ગોડાઉન તરીકે આ મિલકતનો ઉપયોગ મિલકતદારો કે ભાડુઆતો દ્વારા કરવામાં આવી રહ્યો હતો.

Show More

AAJ TAK Live Tv News

AAJ TAK Live Tv News
Back to top button
error: Content is protected !!