
સુરતમાં આવેલ પ્રખ્યાત ચૌટા બજાર માં આવેલા દલાલ ચેમ્બર્સના બીજા માળે સલોની ડ્રેસ મટીરિયલ્સ માં આગ લાગી હતી. જોતજોતામાં આગ ખૂબ જ પ્રસરી ગઈ હતી. જેના કારણે આગની જ્વાળા અને ધુમાડા નાં ગોટે ગોટા ઉઠતા ભીડભાડ વાળા ચૌટા બજારમાં ભાગદોડ મચી જવા પામી હતી. ખૂબજ ગીચ એવા ચૌટા બજારમાં ફાયર વિભાગની ગાડીઓ ને પહોંચવામાં પણ મુશ્કેલી પડી હતી. ડ્રેસ મટીરિયલ ખૂબ વધુ પ્રમાણમાં હોવાને કારણે આગ ઝડપથી પ્રસરી ગઇ હતી. દબાણોના કારણે ફાયરની ગાડીને પહોંચવામાં થોડો વિલંબ થતાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળના દલાલ ચેમ્બર્સ માં આ બીજા માળેથી આગ પ્રસરી હતી. સલોની ડ્રેસ મટીરિયલસની દુકાનમાં સ્વીચ પડતાં સ્પાર્ક થયો હતો અને ત્યારબાદ આગ પ્રસરી ગઈ હતી. જોકે ફાયર ની ટીમે જોરદાર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લેતા મોટી દુર્ઘટના ટળી હતી. કહેવાય છે કે ચૌટા બજારમાં અમુક માથાભારે દબાણ કર્તાઓ મનપાને ગાંઠતા નથી જેના કારણે ચૌટા બજારમાં ભારે ભીડ અને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે.